પાલનપુર શહેરમાં શ્રીરામ સ્મૃતિ ઉપવનનું નિર્માણ

પાલનપુર શહેરમાં શ્રીરામ સ્મૃતિ ઉપવનનું નિર્માણ
{ 23 ઓગસ્ટે વન ખુલ્લુ મુકાશે,કામ પૂર્ણતાના આરે
{ રાશી વાટિકા-નક્ષત્ર વાટિકા, એક્યુપ્રેસર પથ બનશે
ભાસ્કર ન્યૂઝ, પાલનપુર

 

પાલનપુરવાસીઓ માટે એક ખૂશ ખબર છે કે, ગાયત્રીમંદિરના પરિસરમાં ગુજરાતના સૌપ્રથમ સ્વાસ્થ્ય, પર્યાવરણ અને સ્વાવલંબનના ત્રિવેણી સંગમ સમાન શ્રીરામ સ્મૃતિ ઉપવન બનવા જઇ રહ્યું છે. યુગરૂષિ પં.શ્રીરામ શર્મા આચાર્યજીના જન્મ શતાબ્દીના ઉપલક્ષ્યમાં સંચાલિત વૃક્ષ ગંગા અભિયાન અંતર્ગત બનાવવામાં આવનારા ઉપવનમાં નવગ્રહવાટિકા, રાશી વાટિકા, નક્ષત્ર વાટિકા, ત્રિવેણી અને એક્યુપ્રેસર પથનું કામ પૂર્ણતાના આરે છે.
શાંતિવન પ્રતિનિધિ કિર્તનભાઇ દેસાઇ અને પ્રમુખ ટ્રસ્ટી ગિરીશભાઇ પટેલે જણાવ્યું હતુ કે, યુગરૂષિ પં. શ્રીરામ શર્મા આચાર્યજીના જન્મ શતાબ્દીના ઉપલક્ષ્યમાં સંચાલિત વૃક્ષ ગંગા અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમવાર પાલનપુર ખાતે સ્વાસ્થ્ય, પર્યાવરણ અને સ્વાવલંબનના ત્રિવેણી સંગમ થનાર છે. રૂ. સાત લાખના ખર્ચે 22000 ફૂટ જગ્યામાં બનનારા ઉપવનમાં નવગ્રહ વાટિકા, રાશી વાટિકા, નક્ષત્ર વાટિકા, વાસ્તુ વાટિકા તેમજ ત્રિવેણી અને એક્યુપ્રેસર પથનું કામ પૂર્ણતાના આરે છે. જેનું 23 ઓગષ્ટ 2015ને રવિવારે ગાયત્રી પરિવારના પ્રમુખ પ્રતિનિધિ ડો. ચિન્મય પંડયાના હસ્તે ખુલ્લુ મુકવામાં આવશે.
ઉપવન ઉપર ઉડતી નજર
એક્યુપ્રેસરપથ:- ઉપવનમાં 600 ફૂટ લાંબો અને 6 ફૂટ ઘેરાવો ધરાવતો એક્યુપ્રસર પથ બનાવાશે. એક વ્યિકત સામાન્ય માર્ગ ઉપર ચાર કિલોમીટર ચાલે અને પથ ઉપર માત્ર ચકકર મારશે તો પણ ઘણો લાભ થશે. વિવિધ વાટિકાઓમાં ગરૂડ પુરાણ મુજબ કયા વૃક્ષનું પુજન કરવાથી ગ્રહશાંતિ થશે, કઇ રાશીના વ્યકિતને કયુ વૃક્ષ અને રંગ અનુરૂપ થશે તે જાણી શકાશે.
પ્રાકૃતિક આહાર કેન્દ્ર આર્શિવાદરૂપ બનશે
ઉપવનનીબાજુમાંપક્ષીવિહાર, પાણીની પરબ, ફુવારો તેમજ બાલ ક્રિડાંગણ તેમજ પ્રાકૃતિક આહાર કેન્દ્ર બનાવવામાં આવશે. જ્યાં માત્ર રૂા. પાંચમાં 200 મીલી કુવારપાઠાનો રસ, જવારાનો રસ, દૂધીનો રસ, ટામેટાનો રસ, કારેલાઓ રસ અને નાળીયેરનું દૂધ ઉપરાંત ફણગાવેલા કઠોળ- અનાજ અપાશે જે યુવાનો માટે આર્શિવાદરૂપ બની રહેશે.
પાલનપુર ખાતે ગાયત્રી શકિતપીઠના પરિસરમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમવખત શ્રીરામ સ્મૃતિ ઉપવનમાં નવગ્રહ વાટિકા, રાશી વાટિકા, નક્ષત્ર વાટિકા, વાસ્તુ વાટિકા અને ત્રિવેણી બનાવવામાં આવી રહી છે.